દુનિયામાં દરેક વ્યક્તિ નો જિંદગી જીવવા નો પોતાનો અલગ અંદાજ હોય છે પરંતુ બધા ની મંજિલ તો જિંદગી માં સફળતા મેળવવા ની હોય છે. દરેક વ્યક્તિ પોતાના અંદાજ માં સફળતા સુધી નથી પહોંચી શકતા ત્યારે આવા સમયે તેમને મોટિવેશન અને એક માર્ગદર્શક ની જરૂર હોય છે, જે ઘણી વાર કોઈ સફળ પુરુષ ના જિંદગી ના અનુભવો માંથી જ મળી આવે છે.

મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા સુવિચાર અને તેમના દ્વારા બોલમાં આવેલા અનમોલ વચનો આપણી જિંદગી માં એક પરિવર્તન ની શરૂઆત કરી શકે છે. આ લેખ માં એવાજ 100 જેટલા સુવિચાર ને મેં તમારી સમક્ષ રજુ કર્યા છે.

(1)

વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,
સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે.
ગુજરાતી સુવિચાર

(2)

કોઈ પણ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટું
નથી હોતું. હાર તેની જ થાય છે જેણે લડત
મૂકી દીધી હોય…!

ગુજરાતી સુવિચાર

(3)

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના
ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને
વાતનું વજન વધી જાય..!!!

(4)

એક જુઠ ને છુપાવવા બીજા સત્તરની જરૂર પડે છે
કેવો છે આ કળિયુગ , ફૂલોને પણ અત્તરની જરૂર પડે છે.

(5)

તમારા પર કોઈ ”આંધળો” વિશ્વાસ રાખે.
ત્યારે
તમે એ સાબિતનાં કરતા કે તે ખરેખર ”આંધળો” છે.

(6)

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

(7)

ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ, આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?

ગુજરાતી સુવિચાર

(8)

તમે જો સીધા ઉભા રહ્યા હો તો વાંકાચૂકા પડછાયાની દરકાર ન કરશો.

ગુજરાતી સુવિચાર

(9)

“જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રહેવું જોઈએ.”

(10)

સંબધો
એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે.
ઉપયોગ કરવા નહી.

(11)

કિનારો ના મળે તો
ભલે ના સહી,
ડૂબાડી બીજા ને ક્યારેય
તરવુ નથી મારે.

ગુજરાતી સુવિચાર

(12)

આત્મહત્યા મેં નિરાશામાં નવી રીતે કરી,
હું તો કુદી પડ્યો આશાના મિનારા પરથી.

(13)

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે,
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે..!!

ગુજરાતી સુવિચાર

(14)

ભલે અનુભવે માણસ ઘણું શીખી જાય છે પણ, 
કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે.

(15)

અહિયાં ગણિત બધા પાસે પોતપોતાના છે,
સરવાળે જે આવે જવાબ સમજોતાના છે.

ગુજરાતી સુવિચાર

(16)

મોટાભાગે લોકો એટલાજ ખુશ રહે છે, 
જેટલા એમણે એમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

(17)

જિંદગીનું પણ ઉત્તરાયણ જેવું છે સાહેબ,
પવન સારો હોય તો પતંગ ગાંડો થઇ જાય અને
પતંગ સારો હોય તો પવન ગાંડો થઇ જાય.

(18)

છે એક સરખી જ સામ્યતા પતંગ અને જિંદગીની,
ઉંચાઈ પર હોય ત્યાં સુધી જ વાહ વાહ થાય છે.

(19)

પ્રબળ વિશ્વાસ એ મહાન કાર્ય નો જનક છે.

ગુજરાતી સુવિચાર

(20)

દુ:ખ જયારે તેની ચરણ સીમા પર હોય, 
ત્યારે સમજી લેવું કે સુખ હવે નજદીક જ છે.

ગુજરાતી સુવિચાર

(21)

બ્રેક વિનાની ગાડી કરતા વિવેક વિનાની વાણી વધુ ઝોખમી છે.

ગુજરાતી સુવિચાર

(22)

સૌને સમાન નજરે જુઓ એજ આપણો ધર્મ છે.

(23)

“શંકા કરીને બરબાદ થવું એના કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારું.”

(24)

સફળતાનું કોઈ રહસ્ય નથી,
તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.

ગુજરાતી સુવિચાર

(25)

મૌન રહો અને પોતાની સુરક્ષા કરો. 
મૌન કદી તમારો વિશ્વાસઘાત નહી કરે.

(26)

ધનવાન બનવું સહેલું છે પણ ધનવાન બન્યા પછી ધન પચાવું બહુ અઘરું છે.

(27)

યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, 
પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(28)

જીંદગીમા કેટલું જીવયા તે મહતવ નું નથી 
કેવું જીવયા તે મહતવનું છે.

ગુજરાતી સુવિચાર

(29)

પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી.

ગુજરાતી સુવિચાર

(30)

ભૂલ કરે તેને માણસ કહેવાય,
ભૂલ સુધારે તેને મોટો માણસ કેહવાય અને
જે ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કેહવાય.

ગુજરાતી સુવિચાર

(31)

સ્વાર્થી વ્યક્તિ તમને નમસ્તે કરે તો સાવચેત થઈ જવું.

(32)

વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,
સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે.

(33)

આપણી વાણી રૂપે ની લાઠી, 
એં અસર કરે છે બીજા પર માઠી.

(34)

બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે. 
સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.

(35)

આ તો આદર કરવાની વાત છે.
” બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે,
એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે…!!!

(36)

મન માં રાખી ને જીવશો તો,
મન ભરી ને જીવી નહિ શકો.

(37)

ભૂલ નો બચાવ કરવા કરતા કબુલાત માં ઓછો સમય લાગે છે.

(38)

જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો સિદ્ધાંત નહીં વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહીં.

(39)

જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.

(40)

જેનામાં સદબુદ્ધિ છે અને જેની પાસે વિવેકનો વાસ છે તે વ્યક્તિ પરમ સુખી છે.

(41)

આખું જગત સુખી રહે તેવી ઈચ્છા દ્રઢ કરવાથી આપણે પોતે સુખી થઈએ છીએ.

(42)

સુખી થવાની ચાવી આ છે: 
પાપ થાય તેવું કમાવું નહિ,
માંદા પડીએ તેવું ખાવું નહિ, 
દેવું થાય તેવું ખર્ચવું નહિ અને 
લડાઈ થાય તેવું બોલવું નહિ.

(43)

‘હું’ અને ‘મારું’ કરવા કરતા ‘આપણે’ અને ‘આપણુ’ કરવાથી
જીવન વધારે સુખમય લાગે છે.

(44)

સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, 
માત્ર આપને જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.

(45)

કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

(46)

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.

(47)

ઘણી વાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે.

(48)

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, 
તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી.

(49)

જેને પોતાની પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.

(50)

આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.

(51)

મોટા લોકોની પ્રશંસાથી આપણો આત્મવિશ્વાસ વધુ દૃઢ થાય છે.

(52)

જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.

(53)

સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.

(54)

મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.

(55)

અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે.

(56)

શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય, 
તો સમજવું  અભિમાન ની હાજરી છે.

(57)

અભિમાન એ માનસ નો ક્રોધ છે. જયારે તમારા ક્રોધ પર વિજય મેળવશો ત્યારે તમારી જ જીત થશે.

(58)

અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ, 
તે હજુ ગરીબ છે.

(59)

કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, 
કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.

(60)

મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.

(61)

અભિમાન જયારે નમ્રતાનો ડોળ ધારણ કરે છે, 
ત્યારે વધુ ધ્રુણાસ્પદ બને છે.

(62)

“બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે.” 

(63)

બીજાઓનો અહંકાર આપણને અસહ્ય લાગે છે,
કારણ કે તે આપણા અહંકારને ઠેસ પહોંચાડે છે.” 

(64)

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે.

(65)

તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો, 
તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો.

(66)

આપણા લક્ષ્ય ને એટલું ઉચ્ચ બનાવી દો કે 
વ્યર્થ માટે સમય જ ના વધે.

(67)

નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.

(68)

નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે.

(69)

તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.

(70)

તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.

(71)

જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે 
ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.

(72)

ઓછી વિચારવાની ક્ષમતા અને સ્વભાવ ના 
વર્તન ની અજ્ઞાનતા એં માનવ ના વિનાશ ના બે મુખ્ય કારણ છે.

(73)

હિંમત એટલે શું ? તેનો અર્થ જ એ છે કે પરિણામની પરવા કાર્ય વગર તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.

(74)

સંકટના સમયે હિંમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે.

(75)

કાયર મનુષ્ય મૃત્યુ પહેલા અનેક વાર મૃત્યુ પામે છે, 
જયારે વીર પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે.

(76)

માનવીના બધાજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, 
કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.

(77)

થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં ખોવાઈ જાય છે.

(78)

“નમ્રતા તમામ સદ્દગુણોનો આધાર છે.”

(79)

“જ્ઞાન અને સત્તાની શોભા નમ્રતાથી વધે છે.” 

(80)

“પ્રસન્નતા શરીર અને મન માટે મિત્રની ગરજ સારે છે.”

(81)

જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, 
માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

(82)

સુખ પતંગિયા જેવી છે. જેમ એની પાછળ દોડો, 
તેમ એ તમને વધુ ભટકાવે છે.

(83)

આપણી ઈચ્છા મુજબ જ ઈશ્વર કામ કરે એવી અપેક્ષાને કારણે આપણે દુઃખી થઈએ છીએ.

(84)

જે ભોગવી નથી શકતો તે પ્રસન્ન ચિત્તે દાન પણ આપી શકતો નથી.

(85)

દયા એવી સોનાની જંજીર છે 
જેના વડે સમાજ પરસ્પર બંધાયેલો છે.

(86)

જ્ઞાની માનવીને જગત લોભાવી શકાતું નથી, 
માછલીઓની કુદકુદથી સાગર છલકતો નથી.

(87)

જ્ઞાન સંઘરશોતો ઘટશે, 
વેહેચશો તો વધશે.

(88)

સત્ય ત્રણ પ્રકારના છે. 
મારું સત્ય, 
તમારું સત્ય અને 
જે ખરેખર છે એ સત્ય.

(89)

કોણ સાચું છે તે વાત મહત્વની નથી 
પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

(90)

માનવજાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી; 
તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે.

(91)

કરોડો લોકો રહે છે અહી,
કોણ કોનું છે એ કોને ખબર.

(92)

કોઈ ગુલામીથી કમજોર બનતું નથી, 
પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે.

(93)

વીરતા કહેવા કે બતાવવાની બાબત નથી, 
સમય પર અજમાવવાની બાબત છે.

(94)

મહાપુરુષોમાં સંકલ્પ હોય છે, 
સાધારણ લોકોની ઈચ્છાઓ.

(95)

જે કાર્ય એને સમયે નથી થતું
તે પછી ભવ્ય રીતે થાય તો પણ નિરર્થક છે.

(96)

સમય હાથથી નીકળી જાય છે, 
પછી માત્ર પસ્તાવો જ હાથ લાગે છે.

(97)

સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ.

(98)

બુદ્ધિમાન મનુષ્યને જેટલા અવસર મળે છે, 
તેનાથી વધુ તો તે બનાવે છે.

(99)

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.

(100)

પ્રસિદ્ધ થવાની એક મોટી શિક્ષા એ છે કે 
માણસે નિરંતર ઉન્નતશીલ રહેવું પડે છે.